ડ્રાઇવિંગ લાઇસન્સ માટે હવે વારંવાર RTOના ધક્કા ખાવા નહીં પડે મોટર વ્હીકલ એકટમાં થઇ રહ્યા છે ધરખમ ફેરફારો

લ્હી તા. ૯ : ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય. ઘણા બધા ફોર્મ ભરવાની સાથે, ઘણા ધક્કા પણ ખાવા પડે છે. હવે સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સની પ્રક્રિયાને સરળ બનાવવા મોટર વ્હીકલ એકટમાં ફેરફાર કરવાની તૈયારી બતાવી છે. નવા નિયમ અંતર્ગત લર્નિંગ લાઇસન્સ, નવા DL, DLને રિન્યૂ કરાવવા માટે જુદા-જુદા ફોર્મ ભરવાની જ:ર રહેશે નહીં. હિન્દુસ્તાન અખબાર અનુસાર, મોટર વ્હીકલ એકટ ૧૯૮૯માં ફેરફાર કરાઇ રહ્યાં છે. વર્તમાન સમયમાં રાજયોના રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ)માં લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવામાં આવે છે. નિશ્યિત સમય બાદ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા અરજદારે નવું ફોર્મ ભરવું પડે છે. આ જ રીતે DLને રિન્યૂ કરાવવા, મોટર સાયકલ તથા સ્કૂટરના લાઇસન્સને કારમાં બદલાવા, DLમાં નામ ચેન્જ કરાવવા, ડુપ્લીકેટDLબનાવડાવા દરેક વખતે જુદા-જુદા ફોર્મ ભરવા પડે છે.
   શું હશે નવો નિયમ?
   નવા નિયમ મુજબ કલમ ૧૦, ૧૪(૧), ૧૭(૧) તથા ૧૮ને નિરસ્ત કરી દેવામાં આવશે અને તેની જગ્યાએ નવું ફોર્મ-૨ લાગુ થશે. મતલબ કે બધા કામો માટે તમારે માત્ર એક જ ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મમાં અરજદારે આધાર કાર્ડ નંબર સહિતની તમામ જ:રી જાણકારી ભરવાની રહેશે.
   આધાર કાર્ડ અનિવાર્ય બનશે
   ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાની થતી ગડબડો અંગે કેન્દ્રિય સડક રાજમાર્ગ મંત્રાલય સખત પગલાં ઉઠાવશે. ગડબડો અટકાવવા માટે DL બનાવતી વખતે આધાર કાર્ડ આપવાનું રહેશે, જેનાથી ગોટાળા અટકાવી શકાય.
   આવી રીતે બનાવડાવો ઓનલાઇન ડીએલ
   ઓનલાઇન અપ્લાઇ કરવા માટે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ચ એન્ડ હાઇવેઝની સારથી વેબસાઇટ(sarathi.nic.in) પર જવાનું રહેશે. ત્યારબાદ ન્યૂ ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા ન્યૂ લર્નિંગ લાઇસન્સના ઓપ્શન પર કિલક કરવવાથી એક એક ફોર્મ ખુલશે. ફોર્મમાં બધી જાણકારી ભરી, સબમિટ કરો. તેની સાથે જ:રી ડોકયુમેન્ટ્સ પણ અપલોડ કરો.જાણકારી અપલોડ કર્યા બાદ તમને એ વેબ એપ્લિકેશન નંબર આપવામાં આવશે, જેને સાચવીને રાખવો. તમારી એપ્લિકેશન પ્રોસેસ્ડ થયા બાદ તમને તમારા ફોન પર એસએમએસ દ્વારા નોટિફિકેશન આવવા લાગશે. તમે DLની ફી ઓનલાઇન જ ભરી શકો છો. લર્નિંગ લાઇસન્સ બનાવડાવતી વખતે તમારે ઓનલાઇન જ ટેસ્ટ સ્લોટ બુક કરી, આપવામાં આવેલા સમયે આરટીઓ ઓફિસના ટેસ્ટ સેન્ટર પર ટેસ્ટ આપવાનો રહેશે.(૨૧.૧૧)

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પોતાના મા-બાપનું સન્માન કરવાની ૩૫ રીતો, જો કરી શકો તો !!!*

Up news

Nice story *post by mukesh chaudhary duva*