પોસ્ટ્સ

ઑક્ટોબર, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શાંત_મન

છબી
😇#શાંત_મન એક વાર એક અમીર માણસની ઘડીયાળ ઘાસથી ભરેલા વાડામાં ખોવાઈ ગઈ. જે બહુ કિંમતી ઘડીયાળ હતી, એટલે, તે માણસે તેની ઘણી શોધ કરી… પણ, તે ઘડીયાળ ન મળી ! તેના ઘરની બહાર થોડા છોકરાઓ રમી રહ્યા હતા… અને, તેને બીજા એક કામ માટે બહાર જવાનું હતું… તેથી, તે માણસે વિચાર કર્યો કે, આ છોકરાઓથી ઘડીયાળ શોધવાનું કહું… તેણે છોકરાઓને કહ્યું કે – જે પણ છોકરો ઘડીયાળ શોધી દેશે… તેને તે સરસ મજાનું ઇનામ દેશે. આ સાંભળીને – છોકરાઓ ઈનામની લાલચમાં વાડાની અંદર દોડી ગયા… અને, અહીં-તહીં ઘડીયાળ શોધવા લાગ્યા… પરંતુ, કોઈ પણ છોકરાને ઘડીયાળ મળી નહી ! ત્યારે, એક છોકરાએ તે અમીર માણસની પાસે આવીને કહ્યું – તે ઘડીયાળ શોધીને લાવી શકે તેમ છે… પણ, બધા છોકરાઓને વાડાની બહાર જવું પડશે ! અમીર માણસે તેની વાત માની લીધી. તે અમીર માણસ અને બાકીના છોકરાઓ બહાર ચાલ્યા ગયા… થોડી વાર બાદ – તે છોકરો બહાર આવ્યો અને તેના હાથમાં તે કિંમતી ઘડીયાળ હતી. તે અમીર માણસ પોતાની ઘડીયાળ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો ! તેણે છોકરાથી પૂછ્યું – “તેં ઘડીયાળ કેવી રીતે શોધી !? જ્યારે બાકી છોકરાઓ અને હું પોતે પણ આ કામમાં નાકામ રહ્યો હતો !??” છોકરાએ જવ...

ખાટલા સાથે જોડાયેલ કેટલાય કિસ્સા,વર્તા,લોકગીતો

ઓસ્ટ્રેલીયા માં ડેનિયલ નામ નો ત્યાં નો માણસ એક પેમ્પલેટ છપાવી ને ભારતીય ટ્રેડીશનલ બેડ ત્યાના ૯૯૦ ડોલર એટલે આપણા ૬૨ હજાર રૂપિયા માં વેચે છે અને આપણે OLX માં મૂકી ને આપણા ઘર માંથી વિદાય આપીએ છીએ પણ એકવાર ખાટલા નાં સ્વાસ્થ્ય લાભ પર આ લેખ જરૂર વાંચજો. આધુનકતા ના વિકાસ ની ભેટ ફક્ત જીવ જંતુઓ, કેટલાય પ્રકાર મી વનસ્પતિયોં, ને પર્યાવરણ જ નથી ચડ્યું પણ આપણને નિરોગી રાખતો કેટલોય સામાન પણ ભેટ ચડી ગયો છે. અને એમાં જ એક છે મહાન ભારતીય ખોજ ખાટલો. ખાટલા સાથે જોડાયેલ કેટલાય કિસ્સા,વર્તા,લોકગીતો હશે જે અંગ્રેજી ભણેલા લોકો ની કલ્પના માં પણ નહિ આવે. ખાટલો સુવા માટે સર્વોત્તમ શોધ છે જે આપડા પૂર્વજો ની શોધેલી હતી. પરાજિત દેશો ની સભ્યતા પણ વિજેતા દેશો ની દરેક સારી ખરાબ વસ્તુઓ ની નકલ કરે છે. આ લેખ મા વાત કરીશુ ખાટલા ના અદભુત વિજ્ઞાન ની એના સ્વાસ્થ્ય અને રોજગાર થી સંબન્ધ ની આપણા પૂર્વજો ને લાકડું કાપતા ચીરતાં નહોતું આવડતું ? ડબલ બેડ શું છે? ડબલ બેડ બનાવવો કોઈ રોકેટ સાયન્સ છે? લાકડા ના ચાર પાટિયા પાર ચાર ખીલી જ લગાવવાની છે. પણ ખાટલો બનાવવા અને એને ભરવો એક વિજ્ઞાન છે. એમાં મગજ વાપરવું પડે. ખાટલો ભરવો એ...

શાંતિ

શાંતિ.... આબુના ભયંકર ખતરનાક અને છતાં પણ રમ્ય ઢોળાવો પર રમકડાંની જેમ સરકતી જતી કાર આખરે એક આશ્રમ પાસે આવીને ઊભી રહી. ફટાફટ દરવાજા ઊઘડ્યાં અને અંદરથી ‘અમે બે, અમારાં બે’ની જાહેરાતના ચિત્રમાં હોય છે એવું નાનું, ચાર જણાંનું બનેલું, સુખી કુટુંબ નીચે ઊતરી પડ્યું. પુરુષ, સ્ત્રી અને બે બાળકો. પુરુષે આશ્રમના બગીચાને પાણી પાઈ રહેલાં માળીને પૂછ્યું : ‘સચ્ચિદાનંદજીનો આશ્રમ આ જ છે ને ?’ ‘હા.જી.’ માળીએ વિવેકપૂર્વક જવાબ આપ્યો : ‘પધારોને ! માતાજી અંદર જ છે.’ હા, સચ્ચિદાનંદજી એ કોઈ સંતપુરુષ નહોતાં, પણ સ્ત્રી હતાં, સાધ્વીજી હતાં. સત ચિત અને આનંદના સરવાળાને સ્ત્રીલિંગ કે પુંલિંગ નથી હોતું, હોઈ પણ ન શકે. એ તો મનની અંદર વ્યાપ્ત પવિત્ર આનંદની સમાધિ અવસ્થા છે. માળીએ પ્રેમપૂર્વક મહેમાનોને આવકાર આપ્યો અને અંદરના મોટા ખંડમાં દોરી ગયો. પરસેવાથી રેબઝેબ ચારેય જણાં ઠંડુ પાણી પીને જરા સ્વસ્થ થયા. ‘કહાં સે આતે હો ?’ માતાજીએ શિષ્ટ અવાજે શરૂઆત કરી. ‘ગુજરાતસે.’ ‘તો આપણે ગુજરાતીમાં વાત કરીએ.’ માતાજી હસ્યાં : ‘હું પણ જન્મે ગુજરાતી છું. તમારું નામ ?’ ‘પ્રશાંત.’ ‘શું કરો છો ?’ ‘ડૉક્ટર છું. એમ.એસ. થયો છું. જનરલ સ...