પોસ્ટ્સ

2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કોઈની ખુશી (માનવતા)

એક સામાન્ય પેન્ટ અને શર્ટ પહેરીને એક વ્યક્તિ તેના લગભગ ૧૫ થી ૧૬ વર્ષના દીકરા સાથે મોટી હોટલમાં પ્રવેશ કરે છે. બંને જગ્યા જોઈ ને ખુરશી પર બેસે છે. ખુરશી પર બેસે છે એટલે તેને જોઈને એક વેઈટર તેઓ પાસે જાય છે અને એકદમ સ્વચ્છ પાણીના બે ગ્લાસ તેમની સામે રાખે છે અને તેઓને પૂછે છે નમસ્કાર સાહેબ, તમારા માટે શું લાવું? તે માણસ એ જવાબ આપ્યો કે મેં મારા દીકરાને વચન આપ્યું હતું કે જો તો દસમાં ધોરણમાં સારા માર્કે પાસ થઈ જઈશ તો હું તને મોટી હોટલમાં જમવા માટે લઈ જઈશ. આજે મારા દીકરા એ એનું વચન પૂર્ણ કર્યું છે, અને તે માત્ર દસમા ધોરણમાં ઉત્તીર્ણ નથી થયો તે તેનો બોર્ડમાં પણ નંબર આવ્યો છે. એટલે તમે કૃપા કરીને તેના માટે અહીંની સ્પેશિયલ થાળી લઈને આવો. વેઈટરે પૂછ્યું, ઓકે તમારા દીકરા માટે હું અહીં ની સ્પેશિયલ પંજાબી થાળી લઈને આવું છું, તમારા માટે શું લઈને આવું? તે માણસ ફક્ત ઈશારો કરીને કશું નહીં લાવવા માટે વિનંતી કરી. વેઇટર નું ધ્યાન તે માણસ એ પહેલા શર્ટ માં પડ્યું, શર્ટનો કોલર ઘસાઈ ઘસાઈને સહેજ ફાટી ગયો હતો. વેઇટરને એ ભાઈ ના કપડા તેમજ તેની વાતો સાંભળીને એવું જ લાગ્યું કે તે ભાઈ ની આર્થિક પરિસ્થિતિ નબળી હશે તે...