વિદેશથી ફોન આવે ત્યારે સ્ક્રીન પર લોકલ નંબર હોય તો સાવધાન!

વી દિલ્હી તા.૪ : જો તમારા ફોન પર વિદેશથી કોઇ ફોન આવી રહ્યો હોય, પણ સ્ક્રીન પર નંબર લોકલ દેખાતો હોય તો તમારે સતર્ક થઇ જવું જરૂરી છે. ટેલિકોમ-ઇન્ડસ્ટ્રીમાં આ એક નવા પ્રકારનો અપરાધ છે જે દુનિયાભરમાં ખુબ ઝડપથી ફેલાઇ રહ્યો છે. એને સિમ બોકસ ફ્રોડ કહેવાય છે.
   આ ફ્રોડથી ઓપરેટરો અને સરકારને અબજોરૂપિયાનો ચુનો લાગી રહ્યો છે એટલું જ નહીં, દેશની સુરક્ષા પણ ખતરામાં છે. એશિયા, યુરોપ અને આફ્રિકા ખંડ આનો સૌથી વધુ શિકાર બન્યા છે. ગયા વર્ષે સિએરા લીઓન અને ઘાના જેવા દેશોમાં આ પ્રકારનો ફ્રોડ કોલ કરનારા ઘણા રેકેટિયરો પકડાયા હતાં. સિમ બોકસ કોલ બ્રિટન સહિત અનેક દેશોમાં કાનૂની માન્યતાપ્રાપ્ત છે. પણ એનો કમર્શિયલી વપરાશ કરવાની છુટ નથી. કમ્યુનિકેશન ફ્રોડ કન્ટ્રોલ અસોસિએશનના ૨૦૧૩માં બહાર પડેલા એક રિપોર્ટમાં કહેવાયું છે કે સિમ બોકસ ફ્રોડ ટેલિકોમ-ઇન્ડસ્ટ્રી પરનાં સૌથી મોટાં પાંચ જોખમોમાંનું એક છે જેનાથી દર વર્ષે લગભગ ત્રણ અબજ ડોલરનું નુકસાન થાય છે. એન્ટિ-ફ્રોડ સ્પેશ્યાલિસ્ટ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ સિમ બોકસ ફ્રોડ અને ઓવર ધ ટોપ હાઇજેકએ બે સૌથી મોટા જોખમો છે.
   દુનિયાભરની ટેલિફોમ કંપનીઓ આ પ્રકારના છેતરપિંડીથી પોતાને બચાવવા માટે બનતી તમામ કોશિશો કરે છે. સાઉથ દિલ્હીના એક સોફટવેર એન્જિનિયર અને તેના ૯ સહયોગીઓની ઘરપકડ પછી આ જ પ્રકારના રેકેટનો ભાંડાફોડ થયો હતો. ઉત્તર પ્રદેશની એન્ટિ-ટેરરિસ્ટ સ્કવોડના અને જમ્મુ-કાશ્મીરના સૈન્યના ખબરીઓએ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આર્મી ઓફિસર્સ દ્વારા કરવામાં આવતી જાસૂસી કોલ્સની તપાસ દરમ્યાન આ રેકેટનો ખુલાસો થયો હતો.
   આ રેકેટનો માસ્ટરમાઇન્ડ ગુલશન સેન રાજસ્થાનના સિકર ગામનો રહેવાસી છે. તે એક એન્જિનિયરિંગ કોચિંગ ઇન્સ્ટિટ્યુટ બ્રાન્ચના ટેકિનકલ હેડ તરીકે કામ કરતો હતો. પોલીસે કુલ બાવીસ સિમ બોકસ યુનિટસ, ૧૪૦ પ્રી-પેઇડ સિમ-કાર્ડ, ૧૦ મોબાઇલ, ૨૮ ડેટા-કાર્ડસ અને પાંચ લેપટોપ જપ્ત કર્યા હતાં.(૨૩.૪

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પોતાના મા-બાપનું સન્માન કરવાની ૩૫ રીતો, જો કરી શકો તો !!!*

Up news

Nice story *post by mukesh chaudhary duva*