ખોવાઈ જાય ફોન તો ચિંતા નહીં કરતા Paytm વોલેટમાં રહેલા પૈસાની કારણ કે…

ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રખ્યાત એવી મોબાઈલ વોલેટ કંપની Paytm વોલેટમાં રાખવામાં આવેલ રૂપિયાની સુરક્ષા માટે વીમો ઉપલબ્ધ કરાવશે. આ નવી સુવિધાને કારણે ફોન ચોરી થાય કે પછી ખોવાઈ જાય તો તમારે એના Paytm વોલેટમાં રહેલા પૈસાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે આ પૈસા વીમાને કારણે તમને પરત મળી જશે. આ નવી સુવિધા મમાટે Paytm કોઈ વધારાનો ચાર્જ નહીં નથી લેવાની.
કંપનીએ આ નિર્ણય એવા સમયે કર્યો છે જ્યારે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે વોલેટ કંપનીઓ અને વીમા કંપનીઓએ સાથે મળીને કામ કરવાની ભલામણ કરી છે. કંપનીએ પોતાના બ્લોગના માધ્યમથી કહ્યું છે કે, તમામ ઉપભોક્તાઓની 20,000 રૂપિયા અથવા તેમના વોલેટમાં જમા રકમ (બન્નેમાંથી જે ઓછી હશે તે) રકમનો વીમો હશે.
જો તમારો ફોન ચોરાઈ જાય અથવા ખોવાઈ જાય તો ઉપભોક્તાને 12 કલાકની અંદર Paytmનેcare@paytm.com પર ઈમેલ કરી અથવા કસ્ટમર કેર નંબર +91 9643 979797 પર ફોન કરીને જાણ કરવાની રહેશે. જો મોબાઈલ ખોવાઈ જાય તો FIRની કોપીની સાથે કંપનીને 12 કલાકની અંદર જાણકારી આપવાની રહેશે. જાણકારી મળતા જ કંપની મોબાઈલ વોલેટને 2 કલાકની અંદર બ્લોક કરી દેશે. જો રૂપિયા ખોવાઈ જવાનો દાવો યોગ્ય જણાશે તો Paytm પાંચ દિવસની અંદર ઉપભોક્તાને રૂપિયા પરત  કરશે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પોતાના મા-બાપનું સન્માન કરવાની ૩૫ રીતો, જો કરી શકો તો !!!*

Up news

Nice story *post by mukesh chaudhary duva*