સંસ્કારી યુવાનો અને યુવતીઓ એ આ મેસેજ વાંચી ને ખોટું લગાડવું નહી:!‼*

*‼સંસ્કારી યુવાનો અને યુવતીઓ એ આ મેસેજ વાંચી ને ખોટું લગાડવું નહી:!‼*

*(પણ જે લોકોમાં નીચે લખેલા અપલક્ષણો હોય તે લોકો માટે આ મેસેજ છે:!)*‼
*આજ નો યુવાન બુઢ્ઢો છે:! બુદ્ધિ નો બુઠ્ઠો છે:!*‼

*માનવા માં નથી આવતું:?⁉*

*સવારે મોડું ઉઠવાનું..! ઉઠતા વેંત જ હાથ માં-બાપના પૈસે ખરીદેલો મોબાઈલ લઇ પોતાના મિત્ર મંડળ સાથે Whats App માં ચોવટ કરવાની:!*

*ન દાંત સાફ કરવા:! ન નહાવા જવું:! ન માતા પિતા સાથે વાત કરવી:! અને આખો સમય મન માં ખાંડ ખાવ છીએ કે અમે યુવાનો સ્માર્ટ છીએ:!*

*પણ ભઈલા તારો મોબાઈલ સ્માર્ટ છે:! તું તો નથી જ:! તું તો ડોબો જ છે:! નથી તને દેશ- દુનિયા ની ખબર  કે નથી; પારિવારીક સમ્બંધો ની ખબર; તું શાનો સ્માર્ટ છે બકા:?*⁉

*અલ્યા મૂરખા કાન માં ઘોંઘાટ વાળું સંગીત સાંભળી સાંભળી ને; તું માત્ર કાનથી નહિ; દિમાગ થી પણ તું બેરો થઇ ગયો છે:!‼*

*‼અલ્યા આખો દાડો મોબાઈલ માં ડાચું નાખી શું જોયા કરે છે:!?⁉તારા માબાપ સામે તો જો કોઈ વાર; બિચારા બાપે આખી જુવાની તને જુવાન કરવા માં ખર્ચી નાખી:!‼*

*‼અલ્યા ડફોળ તારો બાપ જાત ઘસતો અને તને હસતો જોઈ રાજી થતો:!‼તારી મા:! જેણે જુવાની માં કદીયે કોઈ મોજ શોખ નથી કર્યા; કારણ એને તારા માટે રમકડા ખરીદવા હતા:!‼*

*⁉ લાટ સાહેબ; 21×3=63 થાય તે કહેવા તારે મોબાઈલનું કેલ્ક્યુલેટર વાપરવું પડે છે :!‼*

*‼તું જેને પછાત સમજે છે; તે તારા માબાપ સમય આવે; મોબાઈલ અને કોમ્પ્યુટર શીખવા પડે તો; માબાપ એ પણ શીખી લેશે:!‼*

*⁉ઘેલસાંગરા; કસ્તુરબાને તું ગાંધીજીના બા સમજે છે અને ઈન્દીરા ગાંધીને ગાંધીજીના દીકરી છતાંય તને કોઈ વડીલ સલાહ આપે તો તારી કમાન છટકે છે:!‼*

*⁉પણ બકા; મેથી અને કોથમીર કોને કહેવાય:? એ તું  સાત વાર શાક લેવા જાય તો પણ શીખી નહિ શકે:!‼*

*⁉મકોડી પહેલવાન; બે માઈલ ચાલવામાં  તને આળસ આવતું હતું અને પોકમોન ગો રમવામાં આખું ગામ મોબાઈલમાં મોં ઘાલીને ઘુમ્યે જાય છે  :!‼*

*⁉અક્કલના બારદાન; માતૃભાષામાં "ઘ" અને "ધ" લખવાનો તફાવત તને ખબર નથી "ઘર ને બદલે "ધર" અને "ધજા" ને બદલે "ઘજા" લખે છે અને માં-બાપને અંગ્રેજી આવડતું નથી તેની ફરિયાદ કરે છે:!‼*

*⁉અલ્યા ગુગલીયા; "પાટલાસાસુ" કોને કહેવાય તેવું ગૂગલને પૂછવા કરતા કોઈ વડીલને પૂછ બધા સબંધવાચકનામ તને તુરંતમાં સમજાવશે :!‼*

*‼તારા માબાપ નો ફોન ભલે સ્માર્ટ નહિ હોય; પણ માબાપ પોતે ખૂબજ  સ્માર્ટ છે:!‼અને તારો ફોન સ્માર્ટ છે; પણ તું સ્માર્ટ નથી; એટલે બકા તોફાન કરવા રે’વા દે; અને છાનો માનો માબાપ કહે એમ કર:!‼*

*‼વાતવાતમાં  માબાપ ને ઉતારી પાડવા થી તું ઉંચો નહિ આવે ભઈલા:!‼*

*‼ઘરના દરવાજાની બહાર ની દુનિયા તારી નિશાળના માસ્તર થી પણ વધુ ખરાબ છે:! ‼*

*‼ઘર માં જે સગવડો મળે છે એના માટે મા બાપ નો આભાર માન:! કારણ કે  તને તારી લાયકાત થી વધારે તેઓ સુખ આપે છે:!‼*

*⁉અલ્યા ડફોળ:! જરા સ્માર્ટ ફોન માંથી ડાચું બહાર કાઢ; અને જો તારા મા બાપ દિવસ રાત તારા માટે કેટલું લોહી નું પાણી કરે છે:?⁉તને જનમ આપ્યા ની સજા પળે પળે તું એમને આપે છે:!⁉*

*‼બકા:! કોઈ પણ મા બાપ ને કારમી સજા કરવી હોય તો; એક જ રીત છે મા બાપ ની ઈચ્છા વિરુદ્ધ જવુ:!‼*

*‼ભઈલા:! મા બાપ તને સુખી જોવા કદાચ તારી મુર્ખ વાતો ને પણ માની જશે; પણ એની આંતરડી અંદરથી બળતી રહે:!‼‼*

*‼'જન્મદાતા' 'અન્નદાતા' 'જીવનદાતા' ને દુભાવનાર; અને નમક હરામી કરનાર કોઈ દિ ઠરતો નથી:!‼*

*‼બકા જા; અને તારા સ્માર્ટ ફોને ને બાજુમાં મૂકી થોડો વખત મા બાપ સાથ વાતો કર:!‼કારણ કે:? કાલ કોણે જોઈ છે:??⁉⁉⁉*
Mukesh chaudhary duva

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પોતાના મા-બાપનું સન્માન કરવાની ૩૫ રીતો, જો કરી શકો તો !!!*

Up news

Nice story *post by mukesh chaudhary duva*