ભલે સમય લાગે પણ પોસ્ટ પુરી વાંચવા વિનંતી...

જાણું છું કે આજની પોસ્ટ બહેનોને વાંચવા લાયક નથી છતાં પણ આ પોસ્ટ વાંચવી ફરજીયાત છે. એટલી જ ફરજીયાત હર યુવાન માટે પણ છે. સમજમાં એ નથી આવતું કે શરૂઆત ક્યાંથી કરવી. કારણ કે મેં આજ સુધી ખરાબ શબ્દોનો ક્યાંય ઉપયોગ નથી કર્યો પણ આજે હું આ વાત કરવા મજબુર છું. આજે જે કહેવા જઇ રહ્યો છું એ બહેનોને વાંચવું કેમ ફરજીયાત છે? કારણ કે આ બાબતમાં દિકરીને માં જ સમજાવી શકે.
આજે બપોરે હું મારા મિત્ર જોડે બેઠો હતો અને અચાનક એણે મને કહ્યું 'આ જો તો તૂફાન' હું જોવા લાગ્યો પણ જોતાં જ મોંઢામાંથી નિરાશાની ચિત્કારી નીકળી ગઈ. મિત્રના મોબાઈલમાં કેટલાક અભદ્ર ફોટા હતા. કદાચ વૉટ્સએપ પર આવેલ ફોટા. હું એને ઠપકો આપત પણ આમાં કંઈ એની તો ભુલ નહોતી. ભુલ હતી તો એ ફોટો અને વિડિયો આગળ મોકલનારની. જેને આ ફોટો અને વિડિયો મળ્યા જો એણે ડિલીટ કરી દીધા હોત તો કોઈ બીજા સુધી ના પહોંચત.
પછી તો મેં એના ફોનની ગેલેરી ખંખોળી નાખી. કમ સે કમ 200-300 અભદ્ર ફોટા અને પચાસેક અભદ્ર વિડીયો હતા. તુરંત મેં એ બધા ડીલીટ કરી દીધા પણ મારા મગજમાં આ વાત આંખના કણાની જેમ ખુંચવા લાગી. હા મારી પાસે પણ વૉટ્સએપ ગ્રુપ છે પણ આવા નંઈ. અને અચાનક આ બધું જોયું એટલે મને બહુ ખોટું લાગ્યું. અને પાછા આ ફોટા અને વિડીયો કંઈ વિદેશના નહોતા. આપણા દેશના હતા અને એમાંય ખાસ ગુજરાતના હતા. કારણ કે માણસ મોઢા પરથી પણ ઓળખાઈ જાય કે આ ક્યાંનો હશે.
બહેનો અને દિકરીઓ જાણું છું કે 18 થી 28 નો ગાળો એટલે કે કુંવારાપણા ના આ ગાળામાં પ્રેમ નામનું વળગણ હોય છે. પણ કૃષ્ણ-રાધાના પ્રેમ જેવો તમારો પ્રેમ પવિત્ર ના હોય તો સમજવું કે પ્રેમ નથી હોતું. પ્રેમ હંમેશાં પવિત્ર હોય છે. તેમાં બે આત્માનું મિલન હોય છે. બે દિલનું એકાર્પણું હોય છે. પણ જો દેહનો મિલન થાય તો એ પ્રેમ પ્રેમ નહી પણ હવસ કહેવાય છે. પહેલાં કેટલાક દિવસ તો પ્રેમ પવિત્ર હોય છે પણ ધીરે ધીરે એમાં માગણીઓ વધે છે અને પછી પ્રેમ પલંગ સુધી જવાનો રસ્તો બને છે. ત્યાંથી હવસ ચાલું થાય છે અને અંતે એ હવસ જિંદગીને ઝેર બનાવી દે છે.
પ્રેમની પગદંડી બનાવી પલંગ સુધી લઈ જતા હવસના પુજારી કોઈપણ રીતે છુપી રીતે બહેન/દિકરીનો વિડીયો તૈયાર કરે છે અને ફોટા પણ પાડે છે. પછી એ વિડિયો અને ફોટાના જોરથી વારંવાર પોતાની હવસ પુરી કરવા માટે બ્લેકમેલ કરવાની કોશીષ કરે છે અને અંતે કોઈ કારણસર છોકરી એનો વિરોધ કરે ત્યારે એ નેટ પર અપલોડ કરી દે છે. હજી આ તો સામાન્ય બાબત થઈ. પણ વિચારો કે એજ ફોટો અને વિડીયો રઝળતો રઝળતો તમારા પિતાના ફોનમાં અથવા ભાઈના ફોનમાં આવે તો? ધારો કે તમારા પતિના ફોનમાં આવે તો? તમારી જિંદગી તો નરક બની ગઈ.
શું બહેન/દિકરી તમારા મત્તે હવસ એજ પ્રેમ છે. એવું તો ઘણાના જીવનમાં સંભવ નથી કે એકબીજાના લગ્ન થાય. કદાચ જેના દેહની પ્યાસ બુજાવી એની જોડે લગ્ન ના થાય તો તમારા ભાવિ પતિને શું જવાબ આપશો એનો વિચાર કર્યો છે કોઈદિવસ? હા એ તમને સ્વીકારી લેશે પણ શું આ વાતને તમે તમારા ભાવિ પતિના મગજમાંથી હંમેશાને માટે દુર કરી શકશો? સાહેબ મને આજે સમજમાં આવ્યું કે શહેરમાં સૌથી વધુ છુટાછેડા ના બનાવ શા માટે બને છે.
પ્રેમની ઉંમર હોય સૌ કરે અને તમે પણ મુક્ત મને કરો પણ પ્રેમમાં હવસને પ્રવેશ કરવા ના આપતા. કારણ કે પ્રેમ એ ભક્તિ છે હવસ એ પાપ છે. પ્રેમ એ સ્વર્ગ છે પણ હવસ એ નરક છે. જો તમારો પ્રેમી તમારી જોઠે આવી કોઈ માંગણી કરે તો ક્યારેય સ્વીકારશો નહી. કારણ કે જો દેહની માંગણી થાય તો પ્રેમ નથી હોતો. એ હવસ હોય છે. અને લખીને આપું છું કે જો પ્રેમમાં હવસ ભળી તો સમજજો કે તમારી જિંદગી નર્ક બની ગઈ. આવા પ્રેમને ઠોકર મારી દેજો કારણ કે હકીકતમાં એ પ્રેમ નથી હતો.
એટલું જ નહી ઘણીવખત હું ફેસબુક પર કહી ચુક્યો છું કે બહેનો પ્લીજ ફેસબુક પર તમારા ફોટો શેઅર ના કરો. તમારા ફોટા નું ગળાથી ઉપરનો ભાગ બીજા કોઈ અભદ્ર ફોટો પર ચિપકાવનાર લોકો પણ ઘણા છે. જાણું છું કે તમે કોઈ હિરોઈનો નથી એટલે તમારે ચિંતા ન કરવી પણ એ દિવસો દુર પણ નથી કે તમારા આવા અભદ્ર ફોટો સોશીયલ મીડીયાના ચક્કર ના કાપતા હોય.
યુવાન મિત્રો ક્યારેય હવસના પુજારી બનવાની કોશીષ ના કરશો. તમારી હવસ એ કોઈની જિંદગી બરબાદ કરી નાખશે. તમને જો આ વાતથી કંઈ ફરક ના પડતો હોય તો યાદ રાખજો કે તમારા ઘરમાં પણ બહેન દીકરી છે. કારણ કે તમે તમારા મિત્ર જોડે આવી વાતો કરશો કે પેલી છોકરી એમ છે અને ફલાણી છોકરી જોડે આપણે ચક્કર છે. તો યાદ રાખો આ વાત કોઈ બીજો પણ તમારી બહેન દિકરી માટે વિચારી રહ્યો છે.
પુરુષ મિત્રોને નમ્ર વિનંતી કે તમારી બહેન દિકરીને ખાતર આ પોસ્ટ શેઅર કરશો. બહેનોને વિનંતી કે આ વાતને સમજજો. અને જેને જુવાન દિકરી છે એ માતાને વિનંતી કે એકવાર આપની દિકરીને આ વાત સમજાવજો. સમજાવતા તો હશો પણ પ્રુફ તરીકે આ પોસ્ટ વંચાવજો. કદાચ તમારી વાતને ગણકારશે પણ આ હકીકતને નહી.
માં બાપ તમને રાત્રે
એટલે
વહેલા આવવાનું કહે છે...
કારણ કે
ઉજાગરા તો કોઈ નહિ જુએ...
પણ
ધજાગરા આખું જગત જોશે...
Post mukesh chaudhary duva 9724354006

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો